વાઘોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળા ખાનગી શાળાને ટક્કર મારે તેવી સુવિધાઓ ધરાવે છે. આ શાળામાં વિવિધ પ્રકારની મોર્ડન ટેક્નોલોજીથી સજ્જ છે. શાળામાં સીસીટીવી સહિત અનેક વસ્તુઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવાઈ છે.
વડોદરા: કહેવાય છે કે, એક શિક્ષક ધારે તો કઈ પણ કરી શકે છે. આ વાતને સાર્થક કરી બતાવ્યું છે. વડોદરા જિલ્લાના રસુલાબાદ સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે શાળાની કાયાપલટ કરી ઉત્તમ ટેક્નોલોજીથી સજ્જ કરી ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી શાળા બનાવી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળામાં 61 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ત્રણ શિક્ષકો કાર્યરત છે. શાળામાં મોટાભાગના મધ્યપ્રદેશ વસાહતના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 37 છોકરાઓ અને 24 છોકરીઓ ભણે છે. આ સરકારી શાળામાં બાળકોને શિષ્યવૃત્તિ પણ મળે છે. સરકારી શાળા હોવા છતાં ખાનગી સ્કૂલ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને મળતા તેમને ભણવાની ખૂબ જ મજા આવે છે.
વાઘોડિયા તાલુકામાં આવેલી રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ 2002માં થઈ હતી. ત્યારથી લઈને આજદિન સુધી આચાર્ય કંદર્પ કુમાર પ્રદીપભાઈ પટેલ તેનું સંચાલન કરી રહ્યા છે. આ શાળાને ગ્રીન સ્કૂલમાં પરિવર્તિત કરવાનો મોટો ફાળો આચાર્યને જ જાય છે. આ શાળાને સ્વચ્છ વિદ્યાલયના બે એવોર્ડ એનાયત થયા છે. એક નેશનલ એવોર્ડ અને જિલ્લા કક્ષાએ પણ એવોર્ડ મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.