પરીક્ષા રદ્દ થવાના મામલે ઉમેદવારોએ કોંગ્રેસની માગી મદદ, પરેશ ધાનાણીએ આપ્યો આ જવાબ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવાના મામલે હવે ઉમેદવારો કોંગ્રેસની મદદ માગી છે. ઉમેદવારો વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ફોન કોલ કરી મદદ માગી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ આ મુદ્દે સરકાર સામે પ્રશ્ન ઉઠાવે તેવી માગ કરી રહ્યાં છે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ જઇ વિરોધ દર્શાવી ધરણા પણ કર્યાં. જો કે ત્યારબાદ ઉમેદવારોએ કોંગ્રેસની મદદ માગી છે. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કર્યો હતો.

ઉમેદવારના ફોનનો પરેશ ધાનાણીએ આપ્યો આ જવાબ

રદ્દ થયેલી પરીક્ષાને લઇને ઉમેદવારોએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કર્યો હતો. જેમાં પરેશ ધાનાણીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે મારી પત્રકાર પરીષદ જોઇ લો. આ સાથે મારુ ટવિટર પણ તમે જોઇ શકો છો. અમે આ મુદ્દા પર કાર્યક્રમ પણ કરી રહ્યાં છીએ. તમે લોકો સાથ આપજો આપણા બધા ભેગા થઇને સરકાર પાસે જવાબ માગીશું. લોકો લડતાં નથી અમે લડીએ છીએ તો અમારી સાથે ઉભા રહેતા નથી.

ગૌણ સેવા પસંદગી દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં આવતાં ઉમેદવારો આજે સવારે ગાંધીનગરની ઓફિસ પહોંચ્યાં હતા. જો કે ઉમેદવારો આવેદન પત્ર આપવા જઇ રહ્યાં હતા ત્યારે જ કચેરીના મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં હતા. જો કે એકઠા થયેલા ઉમેદવારોએ અસિત વોરા વિરુધ્ધ નારા લગાવ્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.