પ્રિયંકાએ રણવીર સિંહને અંગત સવાલ પૂછતા એક્ટરે પણ તેનો મજેદાર જવાબ આપ્યો છે.
બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બુક અનફિનિશ્ડ 9 ફેબ્રુઆરીએ રીલિઝ થયું છે. રિલીઝ થયા બાદથી જ પ્રિયંકા તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બુકમાં તેણે તેના જીવનના ઘણાં મજેદારખુલાસા કર્યા છે. પ્રિયંકા પોતાની બુકના પ્રમોશન માટે સોશિયલ મીડિયાની સાથે વર્ચુઅલ મીડિયાની પણ મદદ લઈ રહી છે.
પ્રિયંકા ચોપડા તેની બુક વિશે વાત કરવા રણવીર સિંહ સાથે વર્ચુઅલ રીતે જોડાઈ હતી. આ દરમિયાન રણવીર સિંહની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકાના પતિ નિક જોનાસ વિશે પણ વાત કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલાં એક વીડિયોમાં રણવીરે પ્રિયંકાને કહ્યું કે નિક જીજુ વિશે બધાંને થોડું વધુ જણાવો. પ્રિયંકા કહે છે કે તે નિકની સારી મિત્ર છે.
આ મસ્તી દરમિયાન પ્રિયંકાએ રણવીરને પૂછ્યું કે શું તે ક્યારેય દીપિકાના કબાટમાંથી કપડા ચોરે છે? આ સવાલ પર રણવીરે ના પાડી અને કહ્યું કે એ મારા કપડાં ચોરી કરે છે. પ્રિયંકાએ કહ્યું કે મેં નિકના કપડા ચોર્યા છે અને મને લાગ્યું કે તમે બંને પણ આવું કરતાં હશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.