કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ લખનઉ પોલીસ પર લાગેલા ઓરોપોને લઇ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી સોમવાર-મંગળવાર રાત્રે એક ટ્વીટ કરાઇ, ત્યારબાદ લોકો અચંબામાં પડી ગયા તે સ્વાભાવિક છે. વાત એમ હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી દુર્ગા સપ્તશતીનો એક મંત્ર ટ્વિટ કરાયો છે.
પ્રિયંકા ગાંધીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રાત્રે 12 : 55 મિનિટ પર એક ટ્વીટ કરાઇ છે. તેમાં લખ્યું છે, ‘ऊं ऐं ह्रीं क्लिं चामुंडायै विच्चै।।’ જો કે આ ટ્વીટને લઇ હજુ સ્પષ્ટતા થઇ શકી નથી. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આ ટ્વીટ ખુદ પ્રિયંકા ગાંધીએ કરી છે કે કોઇની શરારત છે આ તો ખુલાસા બાદ જ ખબર પડશે.
ટ્વીટ બાદ ટ્વિટર યુઝર્સ બોલ્યા…
આ મંત્રને ટ્વીટ કર્યા બાદ લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી. અરવિંદ કુમાર નામના ટ્વીટર યુઝરે લખ્યું, ‘ના સમજને સમજવી જરૂરી નથી.’ સમજદારો માટે ઇશારો જ કાફી હોય છે. આ મંત્ર નારી શક્તિનું પ્રતિક છે.
આપને જણાવી દઇએ કે પ્રિયંકા ગાંધી પોતાની બે દિવસની લખનઉ યાત્રા સમયે લખનઉ પોલીસ પર ગળું દબાવાનો આરોપ મૂકયો હતો. જો કે લખનઉના એસએસપી કલાનિધિ નૈથાનીનું કહેવું છે આ આરોપ સંપૂર્ણપણે ખોટો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.