કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.
પ્રિયંકાએ કહ્યુ છે કે, જો સરકાર ગબડાવવામાંથી ફુરસદ મળી હોય તો કોરોના વાયરસના ભારતમાં વધી રહેલા કેસ તેમજ ઈકોનોમી પર પણ પીએમ મોદી જરા બે શબ્દો બોલે.
પ્રિયંકાએ ટ્વિટર પર લખ્યુ હતુ કે, સેન્સેક્સ ગબડ્યો છે.WHO દ્વારા કોરોનાને મહામારી જાહેર કરાઈ છે. લોકોમાં અફરાતફી છે ત્યારે પબ્લિસિટી કરવામાં હોશિયાર વડાપ્રધાનજી જો ચૂંટાયેલી સરકાર પાડવામાંથી સમય મળ્યો હોય તો દેશ માટે જરુરી બાબતો પર પણ વાત કરે.
કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, આઝાદી બાદ શેરબજારમાં રોકાણકારો માટે સૌથી ખરાબ દિવસ છે.એક દિવસમાં 11 લાખ કરોડ રુપિયાનુ નુકસાન થયુ છે.આ સામાન્ય માણસનો પૈસો છે.ભારતમાં ઈકોનોમીને કોરોના વાયરસ થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.