પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 1 ઓગસ્ટ સુધીમાં સરકારી બંગલો ખાલી કરી દઈશ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાધીએ આજે કહ્યુ છે કે, નવી દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં આવેલો સરકારી બંગલો 1 ઓગસ્ઠ સુધીમાં ખાલી કરી દઈશ.

પ્રિયંકા ગાંધીએ એ અહેવાલને નકારી કાઢ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રિયંકાએ કરેલા આગ્રહ બાદ સરકારે તેમને આ બંગલામાં થોડો વધારે સમય રહેવા માટે સંમતિ આપી છે.

પ્રિયંકાએ કહ્યુ હતુ કે, આ ફેક ન્યૂઝ છે.મેં સરકારને કોઈ આગ્રહ કર્યો નથી.સરકારે મને જે નોટિસ મોકલી છે તે પ્રમાણે 1 ઓગષ્ટ સુધીમાં હું સરકારી મકાન ખાલી કરી દઈશ.

કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી યુપીના પ્રભારી હોવાથી હવે તે વધારે સમય યુપીમાં જ પસાર કરશે અને લખનૌમાં ગોખલે માર્ગ પર આવેલા મકાનમાં તે રહેશે.આ મકાન હાલમાં ખાલી છે અને તેનુ સમારકામ ચાલી રહ્યુ છે.

આ મકાન શીલા કૌલનુ છે.જે દેશના પહેલા પીએમ નહેરુના ભાભી હતી અને 2015માં તેમનુ નિધન થયુ હતુ.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની ઝેડ પ્લસ સિક્યુરિટી સરકારે હટાવી લીધી છે અને જ્યારે આ કેટેગરીની સુરક્ષા ના હોય તો મકાનની સુવિધા મળતી નથી.જેના પગલે સરકારે પ્રિયંકાને બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.