પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા આતંકવાદીઓ પરની કાર્યવાહીને લઈને શિવસેનાએ સરકાર તેના મુખપત્ર સામનામાં કટાક્ષ કર્યો છે. શિવસેનાએ
લખયુ કે પ્રજાસત્તાક દિનની ઉજવણી નજીક આવતાની સાથે જ બધા આવા સમાચારની રાહ જોતા હોય છે.
સંપાદકીયમાં લખ્યું છે કે જાણે આ સમાચાર ફક્ત પ્રજાસત્તાક દિનની સૂચના લઇને આવે છે. આ વખતે પણ સરકારી વિભાગ તરફથી આવા સમાચાર આવ્યા છે. કાશ્મીર પોલીસે પ્રજાસત્તાક દિન પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. હવે એક સમાચાર જલદીથી દિલ્હી તરફ આગળ વધશે, જેમાં દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહેલા ચાર-પાંચ સશસ્ત્ર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
શિવસેનાના મુખપત્રમાં જણાવાયું છે કે વડાપ્રધાન મોદી પર પણ હુમલો કરવાની યોજના હતી. આવા અહેવાલો લોકો માટે હવે નવા નથી. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ આવતાની સાથે જ આતંકીઓ બોમ્બ અને બંદૂકો લઇને બહાર નીકળતા હોય છે. કેલેન્ડર સાથે તેઓ બિલમાં રહે છે અને રાષ્ટ્રીય સમારોહની તારીખો જોતાની સાથે જ બહાર આવે છે. પછી તેના બહાર નીકળ્યા પછી, કાવતરું કેવી રીતે નિષ્ફળ કરાયું તેનો સમાચાર પ્રકાશિત થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.