પ્રખ્યાત બ્રાન્ડ જોન્સન એન્ડ જોન્સનના પાવડરમાં કેન્સરકારક તત્વ મળી આવ્યું

ટોચની હેલ્થકેર કંપની જોન્સન એન્ડ જોન્સને અમેરિકામાં પોતાના બેબી પાવડરની 33,000 બોટલ પાછી મંગાવી છે. અસલમાં યુએસ હેલ્થ રેગ્યુલેટરને કંપનીના બેબી પાવડરની એક બોટલમાં ઍસ્બેસ્ટૉસના નમૂના મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઍસ્બેસ્ટૉસ એક કેન્સરકારક તત્વ માનવામાં આવે છે. જે બોટલમાં કેન્સરકારક તત્વ ઍસ્બેસ્ટૉસ મળ્યું હતું તે ઓનલાઈન ખરીદવામાં આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ જોન્સન એન્ડ જોન્સન કંપનીના શરેની કિંમત 6 ટકા સુધી નીચે ગઈ હતી. આવું પહેલી વખત બન્યું છે કે જોન્સન એન્ડ જોન્સને પોતાની પ્રખ્યાત બેબી પાવડરની બોટલો પાછી મગાવી હોય. કંપની માટે આ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે કારણ કે કંપની પહેલાથી જ તેના ઉત્પાદોમાં હાનિકારક તત્વો મળી આવવાના કારણે કેટલાક કેસોનો સામનો કરી રહી છે.

ગયા અઠવાડિયે જ એક જ્યૂરીએ કંપની પર 8 બિલિયન ડોલરનો દંડ લગાવ્યો હતો. કંપની પર આ દંડ ‘રિસપરડલ’ના જોખમને ઓછો કરીને જણાવવા માટે લગાવવામાં આવ્યો છે. જોન્સન એન્ડ જોન્સન પોતાના ઉત્પાદોની ફરિયાદોથી સંબધિત આશરે 15,000 કેસોનો સામનો કરી રહી છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં કહ્યું હતું કે આ વર્ષે એક લૉટમાંથી બેબી પાવડરની ટેસ્ટિંગમાં ઍસ્બેસ્ટૉસ પોઝિટિવ હતું જ્યારે બીજા લૉટના બેબી પાવડરની તપાસમાં ઍસ્બેસ્ટૉસ નેગેટીવ હતું. જોન્સન એન્ડ જોન્સને કહ્યુ હતું તેઓ પોતાના ઉત્પાદનના રેકોર્ડની તપાસ કરી રહી છે. સાથે જ કંપની તે આંકડાઓને પણ ભેગા કરી રહી છે જેમાં લૉટના વિતરણ અને શિપિંગની માહિતી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.