રાજકોટના એક પરિવારની આંખો માં છેલ્લા ચાર મહિનાથી આંસુ વહી રહ્યા છે. છેલ્લા 16 દિવસથી પરિવારમાં કોઈ ઊંઘી નથી શક્યું. આ વેદનાનું કારણ છત્રા ચાર મહિનાથી કોમામાં ગયેલા યુવા પ્રોફેસર છે. માસૂમ દીકરી રોજ કરે છે, પપ્પા, હવે તો તમે બોલો આવી ,રમત ના કરો !!
રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસીયાને એપ્રિલ મહિનામાં કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં બીજા દિવસે વેન્ટિલેટર પર ખસેડવાની જરૂર પડી હતી, બાદમાં પ્રોફેસર ચાલ્યા ગયા હતા. તે જ સમયે પત્ની નમ્રતા પ્રેગનેટ હોવાથી પતિ કોમામાં હોવાની જાણ નહોતી કરી. લગ્ન ની વર્ષ ગાંઠ આવતા પત્ની પતિ પાસે ગઇ હતી.અહીં પતિને કોમામાં જોતાં રુદનનાં દૃશ્યો સજાઁયા હતાં. આ દરમિયાન તેમણે પુત્રને જન્મ આપ્યો પરંતુ જન્મદાતા પિતાને ખબર નથી કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે.
https://www.youtube.com/watch?v=2liY2Rmeh5U
આ પરિવાર આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડયો છે. એમાં હવે રાકેશ જ્યાં પ્રોફેસર તરીકે સેવા આપે છે. એ સરકારી એવી પીટી કોલેજ માંથી અત્યાર સુધી અડધો પગાર આવતો હતો. પરંતુ આ મહિને પગાર બંધ થઈ ગયો છે. ત્યારે જો કોઈ આર્થિક મદદ કરે તો ડોક્ટર આ પરિસ્થિતિમાંથી બહાર લાવે તો પરિવારનો માળો વિખાતો તો બચી જાય તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.