ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. તે અન્વયે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022એ તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ એમ બે તબક્કામાં મતદાન યોજનાર છે
News Detail
ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. તે અન્વયે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022એ તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ એમ બે તબક્કામાં મતદાન યોજનાર છે
અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તાર માં તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન હોવાથી મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો ઉપર તથા નજીકના વિસ્તારો માં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા તથા વ્યવસ્થા જાળવવા પગલાં લેવા જરૂરી છે, જે અન્વયે હું સંજય પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ના અધિનિયમ ની કલમ ૩૬ (ગ) અને (ઘ) થી મને મળેલ અધિકારની રુએ ફરમાવું છું કે સદરહુ ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોએ જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઊભા રહેવું અને જો સ્ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેણીએ તેમાં ઊભા રહેવું તથા મતદારે મતદાન મથકમાં લાઈન મુજબ પોતાના વારા પ્રમાણે એક પછી એક દાખલ થવું તથા મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તે વિસ્તાર છોડી તુરંત જ ચાલ્યા જવું તે ફરમાવું છું
આ હુકમ મતદાનના દિવસ માટે એટલે કે તા. ૦૫/૧૨/૨૦૨૨ના કલાક ૦૦.૦૦ થી કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને -૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે પોલીસ કમિશનર માં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર , અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૪ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.