હથિયારો જાહેરમાં લઈ જવા, સુરુચીનો ભંગ થાય તેવી પ્રવૃતિઓ સહિતના વિવિધ કૃત્યો પર પ્રતિબંધો જાહેર…

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયારબંધી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

News Detail

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયારબંધી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૦-૧૧-૨૦૨૨ સુધી નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ પૂર્વ મંજૂરી સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા બીજા કોઈ પણ સાધનો, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વ્યકિતઓ અથવા તેમની આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા તથા તૈયાર કરવા પર, કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા પર, સુરૂચિનો અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા કે ચેષ્ટા કરવા પર, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા અથવા તેનો ફેલાવો કરવા પર, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવા, અશ્લીલ ગીતો ગાવા પર અથવા ટોળામાં ફરવા તેમજ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવા, જીગઝેક પ્રકારના ચાઇનીઝ ચપ્પાઓ સાથે રાખવા કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ ઉપરાંત પરવાના વાળા હથિયારો સાથે જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા, મેળા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવા પર તેમજ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના સંચાલક અને કર્મચારીઓને લાયસન્સવાળા હથિયારો સાથે ફરજ સિવાયના સમયે જાહેર જગ્યા ઉપર જવા ઉપર પણ આ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટેસ્ટ દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી સિવાય પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર તેમજ સભા સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં (ધાર્મિક હેતુ સિવાય) મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી રહેશે. આ જાહેરનામું તા. ૩૦.૧૧.૨૦૨૨ સુધી અમલી રહેશે. આ પ્રતિબંધ લગ્નના વરઘોડા – સ્મશાનયાત્રા તથા પૂર્વ મંજૂરી લીધેલ શોભાયાત્રા માટે લાગુ પડશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.