શહેરમાં એક અંદાજે રહેણાંક અને કોમિઁશયલ મિલકતધારકોની સંખ્યા ૧૫ લાખથી પણ વધુ છે. એ જોતા બિલ વહેંચણીની કામગીર ઓકટોબર માસના અંત સુધી ચાલશે.
આ બિલ વહેંચણી માટે પ્રોપર્ટી ટેકસ વિભાગનાં ઈન્સ્પેકટરો અને કમઁચારીઓને બિલદીઠ રુ.બે પ્રોત્સાહન રકમ તરીકે ચૂકવવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ વિભાગના સૂત્રોએ એમ જણાવ્યું કે, પ્રોપર્ટી ટેકસ વસૂલાતની સધન ઝુંબેશ ચાલી રહી છે.
અત્યાર સુધી રુ. ૫૦૫ કરોડની આવક થઈ ચૂકી છે. ચાલુ વર્ષે ટેકસની આવકનો કુલ લક્ષ્યાંક રુ. ૧,૦૭૨ કરોડ અંદાજવામાં આવી રહ્યો છે. ઓકટોબર સુધીમાં તમામ બિલોની વહેંચણીની કામગીરી પૂરી થશે.
https://www.youtube.com/watch?v=8ILXdJldq70
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.