સુરતમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ સામે આવ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદે સુરત કલેકટર મારફત મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવી ગુજરાતમાં ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ આ સિવાય ‘બેશરમ રંગ’ ગીતમાં ભગવા પર કરવામાં આવેલા અભદ્ર પેઇન્ટિંગને કારણે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું કહેવામાં આવ્યું છે. VHP નેતા નિલેશ અકબરીએ પણ આવી ફિલ્મો બનાવનારા નિર્માતા, દિગ્દર્શકો અને કલાકારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આ ઉપરાંત જો સુરતમાં ફિલ્મ રિલીઝ થશે તો થિયેટર પણ હિન્દુ સમાજના રોષનો ભોગ બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.