દિલ્હીનાં સીએમની ધરની સામે જ વિરોધ પ્રદર્શન, સાસંદ મનોજ તિવારી ઈજાગ્રસ્ત..

હાલ જ દિલ્હી સરકારે સાર્વજનિક સ્થળો પર છઠને દિવસે પૂજાના સમારોહ ને અટકાવવાના નિર્ણયને લઈને મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP) ના લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. જેમાં ભાજપ સાંસદ મનોજ તિવારી (MANOJ TIWARI), દિલ્હી ભાજપ ના અધ્યક્ષ આદેશ ગુપ્તા સહિત બીજેપીના ઘણા કાર્યકરો એ સીએમ અરવિંદ કેજરીવાલ ના ઘર તરફ વિરોધ પ્રદર્શન લઈને આવ્યા.

આ સમય દરમિયાન દિલ્હી પોલીસે રસ્તા ઉપર લગાવીને આ વિરોધ પ્રદર્શન કરતા લોકોને પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ બેરીકેટ ને તોડી નાખીને પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. પોલીસે આ લોકોને અટકાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. પાણીના મારા દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારી ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમની સારવાર હેઠળ તુરંત જ સફદર જંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હાલ ડોકટરો તરફથી સાંસદની સ્વાસ્થ્ય ને લઈને કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

છઠ્ઠ પૂજાના પ્રતિબંધની સામે દિવાળી ની રથયાત્રા પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે , જાહેર સ્થળોએ હોય ઉજવણીના કરવા દેવાનો નિર્ણય લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.વિપક્ષ હાલ એક સંવેદનશીલ મુદ્દા પર એક ખુબ જ ખરાબ રાજનિતી રમી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.