અમદાવાદ: કોરોના વાયરસના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે વિશ્વના કેટલાય ડ્રિમ ડેસ્ટિનેશન હાલ કોરોના કારણે ભેંકાર દેખાઈ રહ્યા છે. દર વર્ષે લાખો ગુજરાતીઓ દેશ વિદેશમાં લાખો રૂપિયા ખર્ચે ફરવા જાય છે, પરંતુ આ વખતે બાળકોનું વેકેશનમાં ઘરે જ રહે તેવી સ્થિતિ કોરોનાએ કરી દીધી છે. વિદેશ જતા પ્રવાસીઓમાં માત્ર ડુબઈનું જ બુકિંગ કેન્સલ નથી થયું, જ્યારે વિશ્વના અન્ય તમામ દેશનું બુકિંગ કેન્સલ થઈ ગયું છે. સ્થાનિક ટ્રાવેલ્સની બુકીંગ 80 ટકા કેન્સલ થઈ ગયું છે.
અમદાવાદમાં વિદેશી ટૂર પર જતા લોકો વિશે ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ કમલેશ શર્માએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, વિદેશના ટ્રાવેલ ડેસ્ટિનેશન પર બુકિંગ 100 ટકા જેટલું કેન્સલ થઈ ગયું છે. માત્ર દુબઈમાં જ બુકિંગ ચાલુ છે. કોરોના કારણે ઇન્ટરનેશનલ ટૂર કેન્સલ થઈ ગઈ છે.સ્થાનિક ટૂર ઓપરેટર રમેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે કોરોનાને કારણે 75 લોકલ બુકિંગ કેન્સલ થઈ ગયા છે. વેકેશનમાં અત્યારે સૌથી વધુ તેજી અમારા વ્યવસાયમાં હોય છે પરંતુ હાલ જૂના બુકિંગ કેન્સલ થાય છે અને સામે કોઈ નવી ઇન્કવાયરી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.