પ્રવેશ ફી ના નામે આ યુનિવર્સિટી એ શરૂ કર્યો વેપાર, પ્રવેશ ફોર્મની ફી ચાર ગણી વધારી દીધી

સુરત : નર્મદ યુનિવર્સિટી દ્વારા બી.કોમ, બી.બી.એ, બી.સી.એ અને એમ.એસ.સી.આઈ.ટીની અલગ અલગને બદલે એક જ પ્રવેશ પ્રક્રિયાના રૂ. 800 ને બદલે પ્રવેશ ફી ધટાડીને રૂ. 200 કરવા માટે સેનેટ મેન્બર કનુ ભરવાડ દ્વારા માંગ કરવામાં આવી છે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, એમ.એસ.સી.આઈટી ની 60 હજાર બેઠકો માટે 1 જૂલાઈથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ વર્ષથી યુનિવર્સિટી તંત્ર દ્વારા દરેક અભ્યાસક્રમાં પ્રવેશ માટે અલગ-અલગ 200 રૂપિયા ફી ઉધરાવવાનું શરૂ કર્યું છે,

જ્યારે ભુતકાળમાં આ ચારેય અભ્યાસક્રમોમાં 200 રૂપિયા ફી માં પ્રવેશની સંયુક્ત કામગીરી ચાલતી હતી. કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી છે છે ત્યારે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ ફોર્મમાં કરવામાં આવેલો ભાવવધારો કેટલો યોગ્ય છે? તેવો સવાલ ઉભો કરી યુનિવર્સિટી તંત્ર દ્વારા પ્રવેશ ફીમાં કરવામાં આવેલા ચાર ગણા વધારા સામે સેનેટ મેમ્બર કનુ ભરવાડ દ્વારા યુનિવર્સિટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.

લોકડાઉન જેવા કપરા સમયમાં પણ નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ ફી માં તોતિંગ વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી ફક્ત 200 રૂપિયા પ્રવેશ ફી ભરીને વિદ્યાર્થીઓ સંયુક્ત રીતે બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, એમ.એસ.સી.આઈટીમાં સંયુક્તપણે પ્રવેશ લઈ શકતાં હતાં. હાલ જ્યારે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી ત્યારે આ વર્ષથી પ્રવેશ ફી માં વધારો કરવાનો યુનિવર્સિટીનો નિર્ણય અયોગ્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.