બોટાદ ખાતે પ્રવીણ તોગડિયા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. બોટાદના ગઢડા રોડ આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે યોજાયેલા ત્રિશુલ દીક્ષાંત સમારોહ અને વિશાળ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કાર્યકરો, પદાધિકારીઓ તેમજ મહાનુભવો અને સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. તોગડીયાએ કહ્યું હતું કે વિદેશમાંથી દૂધ અને દૂધનો પાવડર લાવવા માટેની સરકારની વિચારણા થઇ રહી છે. જેનાથી એક કરોડ દૂધ ઉત્પાદકોની રોજી છીનવાઈ જશે. રામ મંદિર મુદ્દે જણવ્યું હતું કે સુપ્રિમ કોર્ટ હિન્દુના ફેવરમાં ચુકાદો આપશે તો પણ મંદિર બનશે. અને ફેવરમાં ચુકાદો નહિ આપે તો પણ સાંસદમાં કાયદો પસાર કરાવીને પણ મંદિર બનાવીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.