મોટા દેશના નેતાઓ દ્વારા પૃથ્વીના વધતાં તાપમાનને રોકવામાં નિષ્ફળ જવાને લીધે લોકોમાં રોષ વધી રહ્યો છે. તેનો નજારો શુક્રવારે દુનિયાના 139 દેશોમાં જોવા મળ્યો. અહીં 50 લાખથી વધુ યુવા પોતાના ભવિષ્યને બચાવવા માટે માર્ગો પર બેનર, પોસ્ટર લઈને ઊતર્યા. તે દુનિયાના નેતાઓ સમક્ષ જળવાયુ પરિવર્તનને તાત્કાલિક રોકવાની માગણી કરી રહ્યાં હતાં. દુનિયાભરમાં 4836 મોટી રેલીઓ કરી. અમેરિકાના ન્યુયોર્કથી લઇને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સુધી, જાપાનના ટોક્યોથી લઇને નવી દિલ્હી સુધી સ્કૂલના બાળકો ક્લાસ છોડી ગ્લોબલ ક્લાઇમેટ સ્ટ્રાઈકમાં જોડાયા હતા. એકલા ન્યુયોર્કમાં 11 લાખ બાળકોએ ક્લાસ છોડ્યા.
16 વર્ષીય લીડર ગ્રેટા થનબર્ગ
ગ્રેટા થનબર્ગ સ્વિડનની પર્યાવરણવાદી એક્ટિવિસ્ટ છે, જેણે ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વમાં ઊભા થયેલા જોખમો સામે જાગૃતિ લાવવા અવાજ ઊઠાવ્યો છે. આ વર્ષે મે મહિનામાં ગ્રેટા ‘ટાઇમ’ મેગેઝિનના કવર પર ચમકી હતી. ગ્રેટાએ પર્યાવરણ બચાવવા એક વર્ષ પહેલાં શરૂ કરેલી ઝુંબેશ હવે સમગ્ર દુનિયામાં ચર્ચાઈ રહી છે. ગત વર્ષે ઓગસ્ટમાં તેણે #FridaysForFuture નામની ઝુંબેશ હાથ ધર્યા બાદ તે દુનિયાભરમાં જાણીતી બની. તે પછી 8 સપ્ટેમ્બર, 2018થી તેણે નક્કી કર્યું કે પર્યાવરણ બચાવવા તે દર શુક્રવારે હડતાળ કરશે. તેનું અભિયાન મોટા પાયે ચર્ચાનો વિષય બન્યું અને સોશિયલ મીડિયા પર #FridaysForFuture અને #Climatestrike જેવા હેશટેગ સાથે લોકો તેને સપોર્ટ કરવા માંડ્યા. ગ્રેટાના વિરોધ બાદ વિશ્વના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ અને લોકો સંસદની બહાર કે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. ગ્રેટાની ઝુંબેશે દુનિયાભરના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે.
દેશના ઈતિહાસનું આ સૌથી મોટું જળવાયુ પરિવર્તન આંદોલન હતું. આ આંદોલનની પહેલી રેલી પણ અહીં જ શરૂ થઈ. આયોજકો અનુસાર દેશમાં 3 લાખ નાના મોટા દેખાવ થયા. સૌથી મોટી રેલી મેલબોર્નમાં યોજાઈ.
બ્રિટન : ઓફિસમાં ના ગયા
સમગ્ર બ્રિટનમાં લાખો વિદ્યાર્થીઓ માર્ગો પર ઊતર્યા. સૌથી મોટું આંદોલન બ્રિજટાઉન, લીડ્સ, બર્મિંઘમ અને લંડનમાં થયું. સ્કોટલેન્ડના એડિનબર્ગમં અનેક કંપનીઓની ઓફિસ ખાલી રહી. વિદ્યાર્થીઓની સાથે મોટા પણ જોડાયા
જર્મની : બ્રિજ પર ચક્કાજામ
યુરોપના 40 દેશોમાં ક્લાઇમેટ સ્ટ્રાઈક થઈ. મોટી રેલીઓ ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિડન, પોલેન્ડ વગેરેમાં યોજાઇ. પેરિસમાં હજારો વિદ્યાર્થી માર્ગો પર ઊતર્યા. બર્લિનના સૌથી મોટા બ્રિજ પર ચક્કાજામ થવા પામ્યો હતો.
US: બે તૃતીયાંશ મહિલા
દેખાવકારોમાં બે તૃતીયાંશ મહિલાઓ અને છોકરીઓ હતી. આ દેશમાં ગન કન્ટ્રોલ અને મહિલાઓ સાથે સંકળાયેલા આંદોલન બાદ સૌથી વધુ છે. અમેરિકામાં ગન કલ્ચરને કારણે મહિલાઓમાં વધુ જાગૃતિ આવી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.