ભાવનગર સાનોદર ગામે દલિત પુરૂષની હત્યાના મામલામાં PSI પ્રવીણ સોલંકીને હાઇકોર્ટે રાહત આપી છે. HCએ PSI પ્રવીણ સોલંકીની ધરપકડ પર સ્ટે આપ્યો છે
ભાવનગરના સાનોદર ગામમાં દલિત પુરુષની હત્યા મામલે PSI પ્રવીણ સોલંકીને હાઈકોર્ટે રાહત આપ્યા છે.2 માર્ચે અંગત અદાવતમાં થયેલી માથાકૂટમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.
તે દરમિયાન ડી.જે વગાડવાની ના પાડતા અમરાભાઈ બોરીચાની હત્યા કરાઈ હતી. અમરાભાઈના ઘર પાસેથી વિજય સરઘસ નીકળ્યું હતું.
જેમાં ડી.જે વગાડવાની અમરભાઈએ ના પાડી અને તેના બદલામાં સરઘસમાં રહેલા ટોળાએ અમરાભાઈને ઘરમાં ઘૂસી તલવારો વડે તેમના અને પરિવાર ઉપર હુમલો કર્યો હતો.
વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ RTI એક્ટિવિસ્ટ અમરાભાઈની હત્યા મુદ્દે હોબાળો કર્યો હતો. જેને લઈ અધ્યક્ષના આદેશ બાદ સાર્જેન્ટે મેવાણીને ગૃહમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા
2009થી 2021 સુધી અમરાભાઈ પર 12 જેટલા હુમલા થયા હોવાની વાત MLA મેવાણીએ ગૃહમાં રાખી હતી. આમ છતાં સરકાર જવાબદાર PSIની ધરપકડ કરતી ન હોવાનો દાવો ધારાસભ્ય મેવાણીએ કર્યો હતો
આ દરમિયાન મેવાણીએ પ્રદીપસિંહને છ ફૂટની ઊંચાઈના ગૃહમંત્રી કહ્યા. ત્યારે મેવાણીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રોક્યા હતા. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, વિધાનસભા ગૃહમાં મંત્રી કે MLAની ઉંચાઈની વાત ન કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.