આ તારીખે યોજાશે PSI ભરતી પરીક્ષા,રાજય સરકારે HC માં કરી જાણ

પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી PSI ભરતીની પરીક્ષાના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, આગામી 26મી મેના રોજ PSI ભરતી પરીક્ષા યોજાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં લેવાયેલી PSIની ભરતીને લઈ હાઈકોર્ટમાં અરજી થઇ છે.અને જેમાં 250 વધુ અરજદારો દ્વારા અરજી કર GPSCની પેટન પ્રમાણે રિઝલ્ટ આપવામાં આવે તેની અરજદારની રજુઆત છે.

મળતી માહિતી મુજબ અરજકર્તાઓએ જણાવ્યું હતું કે, હાલ જે રીતે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તે પ્રમાણે માત્ર 4300 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિના કારણે 8 હજાર જેટલા ઉમેદવારનો અન્યાય થઈ રહ્યાં છે. જે સંદર્ભે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો વિવાદ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આગામી 26મી મેના રોજ PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહત્વનું છે કે, 250થી વધુ અરજદારો દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જેમાં જણાવાયું હતું કે, PSIની ભરતી પરીક્ષા GPSC પેટર્ન પ્રમાણે પરીણામ આપવામાં આવે

આ ઉપરાંત અન્ય એક ડિમાન્ડ પણ મુકવામાં આવી હતી કે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન પહેલાં થઈ જવું જોઈએ જેથી આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન ધરાવતા ઉમેદવારોમાંથી 12 પાસ ઉમેદવારો હોય તો તેની છટણી થઈ શકે છે. હાઈકોર્ટમાં આજે ભરતીની તમામ અરજીઓને અરજન્ટ સાંભળવામાં આવી છે અને આ અરજીઓ મુજબ હવે હાઈકોર્ટના નિર્દેશ મુજબ પરીક્ષાઓ યોજાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.