કુદરતના અન્યાયનો ભોગ બનેલાં દિવ્યાંગ બાળકો માટે સામાજિક સ્તરે થઈ રહેલી પ્રવૃતિ, કાયઁક્રમોમાં દિનપ્રતિનિધિ વધારો થઈ રહયો છે. સુરતમાં હટકે અને અનોખો કહી શકાય એવો પ્રયાસ કરાયો છે. જેમાં અંધજન શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે અધધધ ૪૫ ફુટ ઊંચી કલાઈમ્બિંગ વોલ તૈયાર કરાઈ છે.
https://www.youtube.com/watch?v=-UcP6z7ZDkk&t=5s
શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે વષઁ દહાડે ચાલતી ઈત્તર પ્રવૃતિઓની સાથે જ હવે સાહસિક બાળકોની માફક જ ટ્રેકિંગનો અહેસાસ થાય એ માટે શાળા પરિસરમાં જ ૪૫ ફુટ ઉંચીં કલાઈમ્બિંગ વોલ બનાવવામાં આવી હતી.
શાળાનાં આચાર્ય મનીષા ગજજરે જણાવ્યું હતું કે, અંધજન શિક્ષણ મંડળના પ્રમુખ આનંદભાઈ ચોખાવાલાનું સપનું હતું કે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે શાળામાં જ કલાઈમ્બિંગ વોલ બને. તેને કારણે વોલ બનાવવા અને તૈયાર કરવા ૧૪ લાખનો ખર્ચ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.