અમદાવાદના જુહાપુરામાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જુહાપુરાના લોખંડવાલા પાર્ટી પ્લોટ નજીક આ ઘટના ઘટી છે. જુહાપુરામાં મુનીરા નામની મહિલા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું અને ઘાયલ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જો કે, આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
તમને જણાવી દઇએ કે, આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જો કે, આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જો કે, આ ઘટનામાં કેટલાંક પ્રશ્નો પણ ઊભા થયા છે. જેવાં કે આ મહિલા પર ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું? કોણે આ મહિલા પર ફાયરિંગ કર્યું છે? જે-તે વ્યક્તિને ફાયરિંગ કરવાનો પરવાનો કોણે આપ્યો? આ સાથે મહિલા ઘાયલ થતા જો કોઇ જાનહાનિ થાત તો જવાબદાર કોણ કહેવાત? ફાયરિંગ દરમ્યાન જો મહિલાનું મૃત્યુ થઇ ગયું હોત તો? તેમજ ક્યારે આ ઘટના માટે જવાબદાર તત્વો સામે પગલાં લેવાશે? જો કે, આ ઘટના બાદ નાઇટ પેટ્રોલિંગને લઇને પણ તંત્ર સામે કેટલાંક સવાલ ઊભા થાય છે.
ત્યારે હવે જોવાનું એ રહ્યું કે,આખરે પોલીસને કેટલાં સમયની અંદર આ ઘટનાનો આરોપી હાથમાં લાગી શકે છે? કોણ હશે આ શખ્સ કે જેને એક મહિલા પર ફાયરિંગ કર્યું? શું કોઇ જૂની અદાવત હશે કે પછી અન્ય કોઇ કારણ? આવા અનેક સવાલો સાથે હાલમાં પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ વધુ તપાસ હાથ ધરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.