રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર યુવકન પથ્થરનાં ધા મારી કરપીણ હત્યાની ધટના સામે આવી છે. જેમાં સરાજાહેર ધમધમતા રોડ ફૂટપાથ પાસે પથ્થરનાં ધા મારી યુવકને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
ધટનાની જાણ થતાં પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. તપાસ શરુ કરતાં મૃતક બાજુનાં ખોડિયાર નગરનો રહેવાસી દિનેશ પોપટ ખાટ હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવક ૪ વાગે તેનાં પરિવારજનો પાસે ૫૦૦ રુપિયા લઈને જુનાગઢ જવા નીકળ્યો હતો.
https://www.youtube.com/watch?v=My6F0IFMljM&t=1s
જો કે સાંજે મૃતદેહ મળતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક PM માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સીસીટીવ ફુટેજ પરથી તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.