જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યાં છે.આ ઘટનામાં 7 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે.
CRPFની ટુકડી ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત હતી, જો કે આતંકીઓને નિશાન ચૂકી ગયા અને સુરક્ષાકર્મીઓનો બચાવ થયો. પણ આતંકીઓ દ્વારે ફેંકવામાં આવેલા ગ્રેનેડ રોડ પર ફાટ્યો અને તેની ઝપેટમાં 7 નાગરિક આવી ગયા.
પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓએ તક જોઇને સુરક્ષાદળોને નિશાન તાકવાનો પ્રયત્ન કર્યો છે. જો કે તેમનું નિશાન ચૂકી ગયા. સુરક્ષાદળ જ્યાસુધી આતંકીઓ પર જવાબી કાર્યવાહી કરતા તેઓ ફરાર થઇ ગયા.
આ વચ્ચે આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ રોડ પર ફાટ્યો. ઘટનાસ્થળની પાસે બસ સ્ટેન્ડ હોવાના કારણે ત્યાં લોકો ઘણા ઉપસ્થિત હતા. આ લોકો ગ્રેનેડની ઝપેટમાં આવી ગયા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.