સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે રાતે કહ્યુ કે પુણેમાં કોવિડ 19ની રસીનું ઉત્પાદન પુર જોરમાં ચાલી રહ્યું છે.
પૂનાવાલાએ ટ્વીટ કરી કહ્યુ કે ઈંગ્લેન્ડમાં અમારા તમામ ભાગીદારો અને હિતેચ્છુઓની સાથે એક બેઠક થઈ છે. આ દરમિયાન કોવિશિલ્ડનું ઉત્પાદન પૂણેમાં ફુલ સ્પીડમાં ચાલી રહ્યુ છે.
એક મહત્વનું પગલુ ભરતા SIIએ બુધવારે રાજ્યો માટે પોતાની કોરોનાની રસી કોવિશિલ્ડની કિંમત 400 રુપિયાથી ઘટાડીને 300 રુપિયા પ્રતિ ડોઝ કરી નાંખી છે.
તેમણે કહ્યુ કે તમામ ભાર તેમના માથે પડ્યો છે જ્યારે આ કામ એકલા મારા હાથમાં નથી. પૂનાવાલાને ભારત સરકાર દ્વારા આ અઠવાડિયે વાય સ્તરની સુરક્ષા આપી છે.
SII ભારતમાં ઓક્સફોર્ડ – એસ્ટ્રાજેનિકાની કોવિડ 19ની રસી કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરી રહી છે. તેમણે કહ્યું કે આ દબાણના ચાલતા તે પત્ની અને બાળકોની સાથે લંડન આવી ગયા છે. ભારત સરકારના અધિકારીઓ અનુસાર પૂનાવાલાને સંભવિત ખતરો જોતા સુરક્ષા આપવામાં આવી છે દેશમાં કોઈ પણ જગ્યાએ તેમની સાથે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનો તેમની સુરક્ષામાં રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.