ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ પૂણેમાં ચાલી રહી છે, હવે જો ભારતીય ટીમ બીજી મેચ હારી જશે તો આ હાર પછી ટીમ ઈન્ડિયાનો ડબલ્યુટીસી ફાઈનલનો રસ્તો પણ ઘણો મુશ્કેલ બની જશે.
ડબલ્યુટીસી ફાઈનલના દૃષ્ટિકોણથી આ મેચનું ઘણું મહત્વ છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ત્રીજું ચક્ર છે, જે 2023 થી 2025 સુધી ચાલશે. ICC આ ત્રીજા ચક્ર માટે પોઈન્ટ સિસ્ટમ સાથે સંબંધિત નિયમો પહેલાથી જ જાહેર કરી ચૂક્યું છે.
ભારતે બાંગ્લાદેશને હરાવીને તેની હોમ ટેસ્ટ સિઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સિરીઝમાં પણ કરું પ્રદર્શન કરવાની જરૂર હતી પરંતુ એવું થતું દેખાઈ રહ્યું નથી. પહેલી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ચોંકાવી દીધું હતું અને હવે પુણેમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો ખતરો છે.
હવે જો ભારતીય ટીમ બીજી મેચ હારી જશે તો તેને 12 વર્ષમાં પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ ગુમાવવી પડશે. આ હાર પછી ડબલ્યુટીસી ફાઈનલનો રસ્તો પણ ઘણો મુશ્કેલ બની જશે, એટલા માટે ભારતે કોઈપણ કિંમતે આ મેચ જીતવાનો પ્રયાસ કરવો જોઈએ.
હાલમાં, ભારત WTC પોઈન્ટ ટેબલમાં 8 મેચમાં 12 જીત સાથે ટોચ પર છે અને તેની પોઈન્ટ ટકાવારી 68.06 છે. જો પુણેમાં ભારતને હારનો સામનો કરવો પડે છે તો તેની પોઈન્ટ ટકાવારી 62ની આસપાસ રહેશે. આવી સ્થિતિમાં, તેણે તેની બાકીની 6 ટેસ્ટમાંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે, તો જ તે કોઈપણ અન્ય ટીમ પર આધાર રાખ્યા વિના WTC ફાઇનલમાં પહોંચી શકશે. જો આમ નહીં થાય તો ભારતે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે
WTC ટેબલમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. કાંગારૂ ટીમના 12 મેચમાં 8 જીત, ત્રણ હાર અને એક ડ્રો સાથે ટકાવારી 62.50 છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને, ન્યુઝીલેન્ડ પાંચમા સ્થાને અને ઈંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશ સાતમા, પાકિસ્તાન આઠમા અને વેસ્ટ ઈન્ડિઝ નવમા ક્રમે છે.
ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોય તેવું લાગે છે. આ મેચમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં કિવી ટીમે બીજા દાવમાં 5 વિકેટે 198 રન બનાવી લીધા છે અને આ ટીમની કુલ લીડ 301 રનની થઈ ગઈ છે. આ મેચની પ્રથમ ઈનિંગમાં કિવી ટીમે 259 રન બનાવ્યા હતા અને જવાબમાં ભારતીય ટીમ 156 રનમાં આઉટ થઈ ગઈ હતી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.