દેશના અનેક રાજ્યોમાં કોરોનાની રસીની અછત હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર સતત કેન્દ્ર સરકારને રસીના સ્ટોકમાં વધારવાની અપીલ કરી રહ્યું છે. હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં 71 ખાનગી હોસ્પિટલ સેન્ટરમાંથી 25 પર તાળુ લાગી ગયું છે. આની પાછળ રસીની અછત હોવાનું જણાવવવામાં આવી રહ્યુ છે.
દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈ રસીની અછતથી પીડાઈ રહ્યું છે. સ્થિતિ એ છે કે શહેરમાં ચાલી રહેલા 71 ખાનગી વેક્સીન સેન્ટર્સમાંથી 25 બંધ થઈ ગયા છે. જો કે એમ કહેવામાં આવી રહ્યુ છે કે શહેરમાં જલ્દી જ 1 લાખ 86 હજાર રસીની નવી ખેપ મળી શકે એમ છે.
લોકસભા સાંસદ અને રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ બુધવારે દાવો કર્યો હતો કે પૂર્ણેમાં રસીની અછતના કારણે લગભગ 109 રસીકરણ કેન્દ્ર બંધ રહ્યા છે. સાથે તેમણે કહ્યુ છે કે અનેક લોકોને રસી લીધા વગર પાછા ફરવું પડ્યુ છે.
મહારાષ્ટ્રના કોંગ્રેસ પ્રમુખે રસીની કમીના સમાચારોની વચ્ચે ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે ગુરુવારે કહ્યુ કે આજે આપણો દેશ પાકિસ્તાનને મફ્ત રસી પહોંચાડી રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર માટે આ મામલામાં તે રાજકારણ કરી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.