પંજાબ: એરફોર્સનું ફાઇટર પ્લેન મિગ-29 ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

પંજાબના હોશિયારપુરમાં આજે એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ- 29 ક્રેશ થયું છે. પાયલટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. એરફોર્સના પ્રવક્તા વિંગ કમાંડર ઈન્દ્રનીલ નંદીએ જણાવ્યું કે, 8 મેના રોજ સવારે 10.45 વાગ્યે એક મિગ-29 વિમાન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી ત્યારે જલંધર એરબેઝ પાસે દુર્ઘટના બની હતી. વિમાનમાં ટેકનીકલ ગરબડ થઈ હતી, જો કે આ સમયે પાયલટ વિમાનને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પાયલટને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરી લેવાયા હતા. કેસની તપાસના આદેશ આપી દેવાયા છે.

નવાંશહર પાસે આવેલા હોશિયારપુર જિલ્લાના ગામ રૂડકી કલાંના ખેતરમાં મિગ-29 ક્રેશ થઈ ગયું હતું. ટ્રેનિંગ માટે ફાઈટરે જલંધરના આદમપુર એરબઝથી ઉડાન ભરી હતી. ટેકનીકલ ખામી આવી અને જેવું જ કંટ્રોલ છૂટવા લાગ્યું, પાયલટ પેરાશૂટ લઈને તાત્કાલિક પ્લેનમાં નીકળી ગયો હતો. થોડી વારમાં પ્લેન જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ હતી.

કારગિલ યુદ્ધ દરમિયાન મિગ-29 તેની ક્ષમતાનું પ્રદર્શન કરી ચુક્યા છે. પાકિસ્તાની બંકરો પર લેજર બોમ્બ વરસાવાઈ રહેલા મિરાજ-2000 ફાઈટર્સને મિગ-29ને દુશ્મનની મિસાઈલ તથા ફાઈટર્સથી શ્રેષ્ઠ સુરક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.