પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને ગુરુવારે ચંદીગઢમાં તેઓ લગ્ન કરશે. ભગવંત માન ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે અને તેમના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે.
ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. ભગવંત માનના બંને બાળકો શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા હતા.
ભગવંત માનની થનારી પત્ની અંગે કહેવાય છે કે તે તેના પરિવારની નજીકની વ્યક્તિ છે અને ઘણા લાંબા સમયથી ભગવંત માન અને તેની થનારી પત્ની એકબીજાને જાણે છે. ભગવંત માનની માતાને પણ તે ગમે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.