પંજાબમાં ઇમરાન ખાનના પોસ્ટર પર હાહાકાર, ભાજપે કહ્યું – ISIનો હાથો બન્યો નવજોત સિદ્ધુ

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવા માટે પાકિસ્તાન જતા પહેલાં પંજાબમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના તસવીરો વાળા પોસ્ટર જોવા મળ્યા છે. આ પોસ્ટરોમાં એક બાજુ ઇમરાન ખાન અને બીજીબાજુ સિદ્ધુની તસવીર લાગેલી છે જેને લઇ પંજાબમાં રાજકારણ ફરીથી ગરમાયું છે.

સિદ્ધુ અને ઇમરાનની તસવીરોવાળા પોસ્ટર્સમાં બંનેને અસલી હીરો ગણાવ્યા છે. પોસ્ટર્સ લગાવ્યા બાદ ભાજપે સિદ્ધુને પાકિસ્તાનનો આઇએસઆઇ એજન્ટ ગણાવ્યો. જો કે તસવીરો ઝડપથી શેર થતા તરત તેને હટાવી દીધી છે.

ભાજપ પ્રવકતા રાજેશ હનીએ કહ્યું ક અમૃતસરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે નવજોત સિંહ સિદ્ધુના પોસ્ટર લગાવુ ખોટુ છે. કરતારપુર કોરિડોરની ક્રેડિટ નવજોત સિંહ સિદ્ધુને નહીં પરંતુ કેન્દ્ર સરકારને જાય છે.

રાજેશ હનીએ કહ્યું કે પોસ્ટરમાં ઇમરાન ખાન અને નવજોત સિદ્ધુને હીરો ગણાવ્યા છે. સિદ્ધુ આઇએસઆઇના એજન્ટ તરીકે પહેલાં પણ કામ કરતા હતા અને હજુ પણ કરી રહ્યા છે. સિદ્ધુ દેશદ્રોહી છે અને આઇએસઆઇના હાથે રમીને દેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.