પંજાબમાં દશેરાના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્ર મોદીનો મુખોટો લગાવવાને લઈને વિવાદ વધી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે આને રાહુલ ગાંધી નિર્દેશિત નાટક કરાર આપ્યુ. તેમણે કહ્યુ કે આ ઘટના શરમજનક તો છે પરંતુ અનપેક્ષિત નથી. આ સિવાય તેમણે નેહરૂ-ગાંધી પરિવાર પર ક્યારેય પણ વડા પ્રધાન કાર્યાલયની ઈજ્જત ન કરવાનો આરોપ લગાવ્યો.
જે પી નડ્ડાએ કહ્યુ, નિરાશા અને બેશરમીનો મેળ ખતરનાક હોય છે. કોંગ્રેસમાં આ બંને છે. માતા દ્વારા શાલીનતા અને લોકતંત્રની ખોખલી નિવેદનબાજી કરવામાં આવે છે. ત્યાં દિકરો નફરત, ક્રોધ, જૂઠ અને આક્રમકતાની રાજનીતિના જીવંત પ્રદર્શનોનો પૂરક છે.
તેમણે આગળ કહ્યુ જો કોઈ એક એવી પાર્ટી છે જેનું આચરણ ઘૃણાને પાત્ર છે તો તે કોંગ્રેસ છે. રાજસ્થાનમાં એસસી-એસટી સમુદાયો પર અત્યાચાર ચરમ પર છે. રાજસ્થાન સિવાય પંજાબમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. પંજાબના મંત્રી છાત્રવૃત્તિ કૌભાંડ કરી રહ્યા છે.
જે પી નડ્ડાએ કોંગ્રેસ પર પ્રેસને દબાવવાનો આરોપ લગાવ્યો, તેમણે કહ્યુ કોંગ્રેસે દાયકા સુધી અસંતુષ્ટ અવાજોને દબાવ્યા છે. અમે ઈમરજન્સીમાં આની ઝલક જોઈ છે. બાદમાં રાજીવ ગાંધીની સરકારે પ્રેસની આઝાદીને કમજોર કરવાનો પ્રયાસ કર્યો. દબાવ મુક્સ પ્રેસ કોંગ્રેસને ખૂચે છે.
રાહુલ ગાંધીએ ઘટનાને દુ:ખદ ગણાવી
રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીનુ પૂતળુ સળગાવવાની ઘટનાને દુ:ખદ ગણાવી. તેમણે કહ્યુ કે સમગ્ર પંજાબમાં વડા પ્રધાન મોદીનું પૂતળુ સળગાવવામાં આવ્યુ છે. પંજાબમાં વડા પ્રધાન પ્રત્યે લોકોનો ગુસ્સો આ સ્તરે પહોંચી ગયો છે. વડા પ્રધાને આ લોકો સાથે વાત કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.