રસીના બન્ને ડોઝ લેનારને મૃત્યુનો ખતરો 98 ટકા થયો ઓછો,પંજાબ પોલીસ જવાનો પર કરવામાં આવ્યું અધ્યયયન

પીજીઆઈ ચંદીગઢના એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોમાં મૃત્યુનો ખતરો છે 98 ટકા ઓછો થયો છે. જ્યારે એક ડોઝ લઈ ચૂકેલા લોકોમાં આ 92 ટકા ઓછો થયો છે.

નીતિ આયોગના સભ્ય ડો. વી. કે પોલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીજીઆઈ ચંદીગઢના શોધકર્તાઓએ આ અધ્યયનનું વિવરણ રજુ કર્યુ.

અધ્યયન અનુસાર પંજાબ પોલીસના 4868 જવાનોએ રસીનો એક પણ ડોઝ નહોંતો લીધો. જેમાંથી 15ના મોત થઈ ગયા છે. એટલે કે પ્રતિ હજાર પર મૃત્યુ 3.08 નોંધાઈ છે. જ્યારે 35856 પોલીસકર્મીઓને રસીના એક ડોઝ લાગ્યા હતા. જેમાંથી 9ના મોત થયા છે. આ દર પ્રતિ 1 હજાર કર્મીઓ પર 0.25 રહી.

પોલે કહ્યું કે આ અધ્યયનમાં સંક્રમણના આંકડા નથી. ફક્ત મૃત્યુના આંકડા ભેગા કરવામાં આવ્યા છે. આ અધ્યયન જણાવે છે કે એક ડોઝ લેવા પર મુત્યુથી બચાવ 92 ટકા અને બન્ને ડોઝ લેવા પર 98 ટકા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.