સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કર્યુ. આ શેર કરતા આનંદ થઈ રહ્યો છે કે એક એપ્રિલથી રાજ્યમાં ક્યાં પણ રાજ્ય પરિવહન નિગમની બસથી મહિલાઓ અને છોકરીઓ માટે ફ્રીમાં પ્રવાસ કરી શકશે. મને વિશ્વાસ છે કે પંજાબની મહિલાઓ તરફથી સશક્ત બનાવવાની દિશામાં આ મજબૂત પગલુ રહેશે.
કેપ્ટન અમરિંદર સિંહે આ મહિનાની શરુઆતમાં મહિલાઓ માટે બસની સેવા ફ્રી કરવાનું એલાન કર્યુ હતુ. જેને કેબિનેટ બેઠકમાં ઔપચારિક રીતે મોહર લાગી ગઈ છે. સીએમ એ 5 માર્ચે વિધાનસભા ચૂંટણીમાં તેની જાહેરાત કરી હતી. આ યોજનાથી રાજ્યમાં 1.31 કરોડથી વધારે મહિલાઓ અને છોકરીઓને લાભ મળશે
પંજાબરોડવેજ બસો અને સિટી બસ સેવાઓ સહિત સરકારી માલિકીની બસોમાં મફત બસ યાત્રાનો લાભ મળી શકે છે. જો કે આ યોજના સરકારી એસી બસો, વોલ્વો બસો અને એચવીએસી બસો પર લાગૂ નથી.
એ તમામ મહિલાઓ જે પંજાબ સરકારની કર્મચારીઓની પારિવારિક સભ્ય છે. અને ચંદીગઢમાં રહેનારી છે અથવા પોતે પંજાબસરકારની કર્મચારી છે પરંતુ ચંદીગઢમાં રહે છે. તે આનો લાભ ઉઠાવી શકેછે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.