પંજાબમાં બોર્ડની પરીક્ષાઓ થઈ કેન્સલ,31 માર્ચ સુધીની ગાઈડલાઈન થઈ જાહેર

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકડાઉન આવ્યું છે. 31 માર્ચ સુધી અહી ખાસ પ્રકારની ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે.

पंजाब शिक्षा विभाग ने कक्षा 10 और कक्षा 12 की परीक्षाओं को स्थगित कर दिया है। ये परीक्षाएं पहले 22 मार्च और 9 अप्रैल के बीच होने वाली थी।

આ સાથે જ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અમદાવાદના પીએમ મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ પણ દર્શકો વિના જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ખાણીપીણીના બજારો રાતે 10 વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રમાં ગઈકાલે એટલે કે સોમવારે 15051 નવા કેસ સામે આવ્યા છે અને સાથે જ 48 લોકોના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1,03,547 છે.

સોમવારે 10,671 લોકો કોરોનાથી રિકવરી પામ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 92.07 ટકા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી ડેથ રેટ 2.27 ટકા રહ્યો છે.

દિલ્હીમાં આવી છે સ્થિતિ
અહીં છેલ્લા 24 કલાકમાં 306 દર્દીઓ સાજા થયા છે તો છેલ્લા 24 કલાકમાં 62272 લોકોના કોરોના ટેસ્ટ થયા છે. ટેસ્ટનો કુલ આંક 1,33, 58,365 થયો છે

પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ હરિયાણા, આંધ્રપ્રદેશ, દિલ્લી, ચંદીગઢમાં પણ કેસ વધી રહ્યા છે. વર્ષની શરૂઆતમાં દરરોજ 10 હજાર કેસ નોધાતા હતા.

આ સાથે ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 લાખ 20 હજાર 401 થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 14 લાખ 9 હજાર 595 થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 10 લાખ 25 હજાર 631 થઈ છે તો દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 58 હજાર 892 જોવા મળી રહ્યો છે.

ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 890 કેસ આવ્યા છે. તો 594 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.