ખેડૂત આંદોલનમાં, 2 દિવસમાં પંજાબમાં ખેડૂતોએ, 1500 જિયો ટાવરોને કર્યું નુકસાન

ખેડૂત આંદોલનમાં આક્રોશિત ખેડૂતો 24 કલાકમાં 90 મોબાઈલ ટાવરોને નુકસાન કરી ચૂક્યા છે. આ સાથે હજારો મોબાઈલ ફોન ઠપ્પ થયા છે. 2 દિવસમાં પંજાબમાં ખેડૂતોએ 1500 જિયો ટાવરોને નુકસાન કર્યું છે.

હાલમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોબાઈલ ટાવરોને નુકસાન ન પહોંચાડવાની અપીલ કરી હતી. તેની પર મુખ્યમંત્રી ખેડૂતોને અપીલ કરી ચૂક્યા છે તે મોબાઈલ ટાવરોને નુકસાન ન કરે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં જિયોના 9000 મોબાઇલ ટાવર સંચાલિત થઈ રહ્યા છે. જેમાંથી 1500ને નુકસાન થયું છે.

ખેડૂતોએ જિયોના 4 ટાવર બંધ કરાવ્યા 

જાલંઘરના લમ્મા પિંડ રોડ પર ભારતીય ખેડૂતો યૂનિયનના સેંકડો ખેડૂતોને ભેગા થઈને જિયોના 4 ટાવરની લાઈટ કાપી નાંખી.  સ્થળ પર પોલિસ પણ આવી અને તેઓએ ખેડૂતોને રોક્યા નહીં. આ સમયે કેન્દ્રની વિરુદ્ધમાં ખેડૂતોએ નારાબાજી પણ કરી. તેઓએ લમ્મા પિંડ રોડની આસપાસના અનેક માલિકોને ટાવર બંધ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓએ ફરીથી તેને ચાલુ કર્યું તો આંદોલન ઉગ્ર બનાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.