ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર લાગેલી સુપ્રીમ કોર્ટની રોક હટાવવા માટે અગાઉ પણ ઘણી અરજીઓ બાદ ભાજપના નેતા સંબિત પાત્રાએ પણ હવે અરજી દાખલ કરી છે. સંબિત પાત્રાએ પોતાની અરજીમાં કહેવામાં આવ્યું કે, કોરોના ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટવાળા 800 સેવાર્થી દ્વારા યાત્રા કાઢવાની મંજુરી મળે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સોમવારે સુનવણી કરશે.
અરજી દાખલ કર્યાં બાદ સંબિત પાત્રાએ એક ટ્વીટમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જ આપવામાં આવેલા આદેશમાં સ્પષ્ટીકરણ/સંશોધન માટે આજે મે અરજી આપી છે અને 23 જુને પુરીમાં નિર્ધારિત શ્રી જગન્નાથ મહાપ્રભુની પવિત્ર રથયાત્રા માટે મંજુરી આપવાની માંગ કરી છે. આશા કરું કે ઈશ્વર અમારી બધી પ્રાર્થનાઓનો જવાબ આપશે.
તેમણે જણાવ્યું કે, વાર્ષિક રથયાત્રા ઓડિશાની જનતા માટે માત્ર એક તહેવાર નથી આ ઓડિશા માટે જીવન છે. રથયાત્રા વગર અમે કંઈ પણ નથી. હું આશા રાખું છું કે ભગવાન જગન્નાથ કાલે અમને આશિર્વાદ આપશે. હું સોમવારે ઉપવાસ કરીશે અને હું પુરીના દરેક લોકોને નિવેદન કરું છું કે તેઓ ઉપવાસ રાખે જેથી કાલે સુપ્રીમ કોર્ટમાં આપણી જીત થાય.
ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે મહામારી કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પુરીમાં 23 જુને આયોજીત થવારી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા અને તેના સંબંધિત ગતિવિધિઓ પર રોક લગાવી છે. આ મુદ્દે ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમ આ મહામારી દરમિયાન થઈ શકે નહી. જો અમે તેની મંજુરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહી કરશે. જાહેર સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે રથયાત્રાની મંજુરી નહી આપી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.