શરીરને તંદુરસ્ત રાખવા માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ પૂરી થવાથી શરીર કેટલાય પ્રકારની બીમારીઓથી બચી શકે છે, મગજ સ્વસ્થ રહે છે અને ઇમ્યૂન સિસ્ટમ પણ મજબૂત થાય છે. દરેક વ્યક્તિએ 7-9 કલાકની ઊંઘ લેવાની જરૂર હોય છે પરંતુ ઘણા ખરા લોકોને સારી ઊંઘ આવતી નથી જેના કારણે તેમની આખી સિસ્ટમ બગડી જાય છે. સારી ઊંઘ માટે તમારે તમારા ડાયેટમાં બદલાવની જરૂર છે. જાણો, તે વસ્તુઓ માટે જેને ખાવાથી સારી ઊંઘ આવે છે.
બદામ :- બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામમાં કેટલાય બધા પોષક તત્ત્વ મળી આવે છે. નિયમિતપણે બદામ ખાવાથી ડાયાબિટીસ અને હૃદય સંબંધિત જુની બીમારીઓ ઠીક થઇ જાય છે. બદામ ખાવાથી શરીરમાં મેલાટોનિન હૉર્મોન બને છે જેના કારણે ખૂબ જ સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત, બદામ મેગ્નેશિયમનું પણ સારો સ્ત્રોત છે. મેગ્નેશિયમ શરીરમાં સોજો અને તણાવ વધારનાર કોર્ટિસોલ હૉર્મોનના લેવલને ઘટાડે છે જેના કારણે સારી ઊંઘ આવે છે. સૂતા પહેલા લગભગ 28 ગ્રામ બદામ ખાઓ.
કીવી :- કીવી ખૂબ જ ઓછી કેલોરીવાળા એક પૌષ્ટિક ફળ છે. એવામાં ફોલેટ અને પોટેશિયમ પણ મળી છે. કીવી ખાવાથી પાચનતંત્ર મજબૂત હોય છે, સાથે જ શરીરનો સોજો અને કોલેસ્ટ્રોલ પણ ઓછો થાય છે. કીવી સેરોટોનિન હોર્મોન વધે છે. આ હોર્મોન ઊંઘ માટે ખૂબ જરૂરી મનાવવામાં આવે છે. કીવીમાં વિટામિન સી, એન્ટી-ઇન્ફ્લામેન્ટ્રી અને એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ મળી આવે છે જેનાથી સારી ઊંઘ આવે છે. જે લોકોને ઊંઘની સમસ્યા છે એક્સપર્ટ્સ તેમને સૂતા પહેલા મધ્યમ આકારના 1-2 કીવી ખાવાની સલાહ આપે છે.
અખરોટ :- અખરોટમાં ફાઇબર ઉપરાંત 19થી વધારે વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ, ફૉસ્ફરસ અને મેંગેનીઝ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને લિનોલિક એસિડ પણ મળી આવે છે. આ પાચનતંત્ર સાથે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. આ કૉલેસ્ટ્રોલના પ્રમાણને પણ ઘટાડે છે. શોધમાં જાણવા મળ્યું છે કે અખરોટમાં વધારે પ્રમાણમાં મેલાટોનિન મળી આવે છે જેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે. અખરોટમાંથી મળી આવતો ફેટી એસિડ પણ ઊંઘમાં સુધાર કરે છે. જો તમને ઠીક ઊંઘ નથી આવતી તો ઊંઘતા પહેલા થોડાક પ્રમાણમાં અખરોટ ખાઇ લો.
સફેદ ચોખા :- દેશના કેટલાય ભાગોમાં સફેદ ચોખાનો વધુ ઉપયોગ થાય છે. સફેદ ચોખામાં સંતુલિત પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. ચોખા ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફૂડ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે વધારે ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ધરાવતો ખોરાક ખાવાથી સારી ઊંઘ આવે છે. ઊંઘવાના એક કલાક પહેલા સફેદ ચોખા ખાવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે.
ટાર્ટ ચેરી જ્યુસ :- ટાર્ટ ચેરી જ્યુસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ અને ફૉસ્ફરસ મળી આવે છે. આ પૉટેશિયમનો પણ એક સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં એન્ટી-ઑક્સીડેન્ટ, એન્થોકાયનિન અને ફ્લેવોનોલ્સ મળી આવે છે. અભ્યાસ અનુસાર આ જ્યુસ ઇનસોમ્નિયાની સમસ્યામાં રાહત આપે છે. ટાર્ટ ચેરી જ્યુસમાં મેલાટોનિનનું વધુ પ્રમાણ હોય છે. ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો સૂતા પહેલા ટાર્ટ ચેરી જ્યુસ પી લો.
કૈમોમાઇલ ચા :- કૈમોમાઇલ ચા એક લોકપ્રિય હર્બલ ચા છે જે સ્વાસ્થ્યને કેટલાય પ્રકારનો ફાયદો પહોંચાડે છે. જે પોતાના ફ્લેવોન માટે ઓળખાય છે. ફ્લેવોન એક પ્રકારનું એન્ટી-ઑક્સીડેન્ટ છે જે કેન્સર અને હૃદય જેવી જુની બીમારીઓના કારણે શરીરના સોજાને ઓછું કરે છે. તેનાથી શરીરને કૈમોમાઇલ ચા ઇમ્યૂન સિસ્ટમને પણ વધારે છે અને તણાવ ઓછો કરે છે જેનાથી સારી ઊંઘ આવે છે. કૈમોમાઇલ ચામાં એપિગેનિન હોય છે. આ પણ એક પ્રકારનું એન્ટી-ઑક્સીડેન્ટ છે જે ઇનસોમ્નિયાને ઘટાડે છે અને તેનાથી ઊંઘ સારી રીતે આવે છે. સારી ઊંઘ લેવા ઇચ્છો છો તો સૂતા પહેલા એક કપ કૈમોમાઇલ ચા પી લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.