ભારતે ટીકટોક સહિતની 49 ચાઈનીઝ એપ બેન કરી દીધા બાદ હવે ટીકટોક કાનૂની રસ્તે ભારત સરકારે લડત આપવા માટે ધમપછાડા કરી રહી છે.
જોકે તેને પહેલા જ પ્રયાસમાં ઝાટકો લાગ્યો છે. ટીક ટોકે ભારતના પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગીને પોતાનો કેસ લડવા માટે સંપર્ક કર્યો હતો.જોકે રોહતગીએ ટીક ટોકનો કેસ લડવાનો ઈનકાર કરી દીધો છે.તેમનુ કહેવુ છે કે, ભારત સરકાર સામે ચાઈનીઝ એપ માટે તેઓ કોર્ટમાં કેસ નહીં લડે.
ઉલ્લેખનીય છે કે, એપ પરના પ્રતિબંધ બાદ ચીન આંતરરાષ્ટ્રીય કાયદાઓનો હવાલો આપી રહ્યુ છે. પોતાને ત્યાં ગૂગલ, ફેસબૂક, ટ્વિટરને બેન રાખનાર ખંધા ચીનને લાગે છે કે, ભારતે ચાઈનીઝ એપ બેન ના કરવી જોઈએ.
ચીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગઈકાલે પણ કહ્યુ હતુ કે, ભારતના પગલાથી ચીન ચિંતિત છે અને અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.