પુર્વ IAS શાહ ફૈઝલે છોડી તેમની પાર્ટી, રાજીનામા બાદ સિવિલ સર્વિસમાં પાછા ફરે તેવી અટકળો

જમ્મુ-કાશ્મિર કેડરનાં આઇએએસ એધિકારી શાહ ફૈઝલે ફરી એકવાર નોકરશાહી તરફ પાછા ફરવાનો નિર્ણય કર્યો છે, શાહ ફૈઝલે પુર્વે નોકરી છોડીને પોતાની રાજકિય પાર્ટી બનાવી હતી, ત્યાર બાદ ખીણમાં પોતાની રાજકીય સંભાવના શોધી રહ્યા હતાં.

જો  કે હવે રાજ્યમાં નવા ઉપરાજ્યપાલ મનોજ સિંહાનાં આગમન બાદ શાહ ફૈઝલે પોતાની રાજકીય પાર્ટી છોડી દીધી છે, શાહ ફૈઝલનાં નોકરશાહીમાં પાછા ફરવા અને તેમની લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનાં સલાહકાર બવનાની અટકળો લગાવવામાં આવી રહી છે, જો કે તેમણે હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.

સુત્રો અનુસાર શાહ ફૈઝલે સોમવારે જમ્મુ કાશ્મિર મુવમેન્ટ પાર્ટીનાં પ્રમુખનાં પદેથી રાજીનામું આપ્યું છે, શાહ ફૈઝલ પુર્વમાં જમ્મુ-કાશ્મિરનાં ડાયરેક્ટર એજ્યુકેશન રહી ચુક્યા છે, થોડા મહિના પહેલા તેમણે જમ્મુ-કાશ્મિર પિપલ્સ મુવમેન્ટ પાર્ટી બનાવી હતી, આ પાર્ટીમાં તમામ નવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે તેમણે 2010માં સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કરી હતી, અને તેમને આઇએએસની હોમ કેડર ફાળવવામાં આવી  હતી, એક ઇમાનદાર અધિકારી તરીકે લોકપ્રિય ફૈઝલનાં શુભચિંતકોએ તેમને વર્ષ 2018માં રાજનિતીમાં જોડાવા અને રાજીનામુ આપવા માટે આગ્રહ કર્યો હતો, બની શકે કે તેમને રાજનીતી અનુકુળ ન પણ આવી હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.