પૂર્વ IPS રાકેશ મારિયાનો 26/11 આતંકવાદી હુમલાના દોષિત કસાબને લઈને પોતાની આત્મકથામાં સનસનીખેજ ખુલાસો

મુંબઈના પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ 26/11ના હુમલાના આતંકવાદી હુમલાના દોષિત અજમલ આમિર કસાબને લઈને પોતાની આત્મકથામાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. । Let Me Say It Now નામના શિર્ષકના નામે લખવામાં આવેલા આ પુસ્તકમાં મારિયાએ દાવો કર્યો હતો કે, મુંબઈ પોલીસ કસાબની તસવીર જાહેર નથી માંગતી.

મારિયાએ દાવો કર્યો છે કે, પોલીસે દાવો કર્યો હતો કે, પોલીસ પુરતા પ્રયાસ કર્યા હતાં કે, આતંકી કસાબની માહિતી મીડિયામાં લીક ના થાય. એટલુ જ નહીં મારિયાએ એ પણ દાવો કર્યો હતો કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગને કસાબને મારવાની પણ સોપારી આપી હતી. મારિયાએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, દુશ્મન (આતંકી કસાબ)ને જીવતો રાખવો એ મારી પહેલી પ્રાથમિકતા હતી. કસાબ વિરૂદ્ધ લોકોમાં આક્રોશ અને ગુસ્સો તેની ચરમસીમાએ હતો. એટલુ જ નહીં, મુંબઈ પોલીસના અધિકારીઓ પણ ભારે રોષે ભરાયેલા હતા.મારિયાએ કરેલા સનસની દાવા પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા આતંકવાદી કસાબને કોઈ પણ હાલતમાં તેને પોતાના માર્ગમાંથી હટાવવાની ફિરાકમાં હતી. કારણ કે કસાબ મુંબઈ હુમલાના સૌથી મોટો અને એકમાત્ર પુરાવો હતો.

રાકેશ મારિયાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ 26/11 હુમલાને હિન્દુ આતંકવાદ તરફ ઢાળવાનો પ્રયાસ કર્યો હતો. 11 હુમાખોરને હિન્દુ પુરવાર કરવા માટે તેમની સાથે નકલી આઈડી કાર્ડ મોકલવામાં આવ્યા હતા. કસાબની પાસે પણ એક આવું જ આઈકાર્ડ મળ્યું હતું, જેની પર સમીર ચૌધરી લખેલું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.