પૂર્વ લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજી પણ તનાવ ચાલી રહ્યો છે.જેના પર ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ કહેવુ છે કે, ભારતીય સેનાની આકરી તેમજ શક્તિશાળી પ્રતિક્રિયાના કારણે હવે ચીની સેનાને અણધાર્યા પરિણામ ભોગવવાનો વારો આવી રહ્યો છે.
જનરલ રાવતે એક ઓનલાઈન સેમિનારને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, એલએસી પર હજી પણ તનાવપૂર્ણ માહોલ છે પણ ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે.પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાના આકરા અને શક્તિશાળી પ્રત્યાઘાતોના કારણે ચીનની સેનાને વિચાર્યુ ના હોય તેવા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.ભારત બહુ સ્પષ્ટ રીતે કહી ચુક્યુ છે કે, લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલમાં કોઈ પ્રકારનો બદલાવ સ્વીકાર્ય નથી.સીમા પર થતા સંઘર્ષ અને ઘૂસણખોરીને મોટા ગજગ્રાહમાં બદલાતા વાર નથી લાગતી.એટલે ભારતીય સેના અત્યંત સતર્ક છે.
તેમણએ કહ્યુ હતુ કે, પરમાણુ શસ્ત્રોથી સંપન્ન પડોશી દેશો ચીન અને પાકિસ્તાનની સાથે સતત ટકરાવના કારણે ભારતીય ઉપખંડમાં અસ્થિરતા વધવાનો પણ ખતરો છે.પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં સતત ભારત સાથે પડદા પાછળથી યુધ્ધ ચલાવી રહ્યુ છે અને તેના કારણે બંને દેશના સબંધ વધુ ખરાબ થઈ ચુક્યા છે.જોકે ભારતે બાલાકોટ અને ઉરી સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને કડક સંદેશ આપી દીધો છે.ભારત આતંકવાદનો સખ્તીથી સામનો કરવા માટે સજ્જ છે.પાકિસ્તાનની સેના કાશ્મીરનો મુદ્દો સતત સળગતો રાખશે કારણકે તે તેની મજબૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.