પૂર્વ PM મનમોહન સિંહને હોસ્પિટલમાં દાખલ કર્યા, અનુપમ ખેરે કરી પ્રાર્થના

વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને રવિવારના રોજ દિલ્હી AIIMSમાં દાખલ કરાયા છે. છાતીમાં દુ:ખાવો ઉપડ્યાની ફરિયાદ બાદ તેમને AIIMSમાં દાખલ કરાયા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાત્રે 8.45 વાગ્યે AIIMSના કાર્ડિયો-થોરેસિક વૉર્ડમાં આઇસીયુમાં રખાયા છે. તેના પર અનુપમ ખેરનું રિએકશન આવ્યું છે. અનુપમ ખેરે ડૉ.મનમોહન સિંહના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી છે.

આપને જણાવી દઇએ કે 2009મા AIIMSમાં જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાઇપાસ સર્જરી થઇ હતી. અનુપમ ખેરે ટ્વીટ કરતાં લખ્યું કે મારી પ્રભુને પ્રાર્થના છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજી ઝડપથી ફરી સ્વસ્થ થઇ ઘરે પરત આવી જાય. અનુપમ ખેરની આ ટ્વીટ ખૂબ વાયરલ થઇ છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે આની પહેલાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંગે મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે કોરોના સંકટની વિરૂદ્ધ લડાઇમાં કોંગ્રેસ દેશની સાથે ઉભું છે. તેમણે પાર્ટીના સર્વોચ્ચન નીતિ નિર્ધારણ એકમ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)નો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલી બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના મતે સિંહે કહ્યું હતું કે કોવિડ-19નો પડકાર કરવા માટે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રની સાથે ઉભું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.