પૂર્વ મોડેલ એમીના ટ્રમ્પ સામે જાતીય સતામણીના આરોપથી હોબાળો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત જાતીય સતામણી મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. એમી ડોરિસ નામની પૂર્વ મોડેલે આરોપ લગાવ્યો હતો કે 1996માં એક ટેનિસ મેચ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે બળજબરીથી તેને ખેંચીને કિસ કરી હતી. ટ્રમ્પે આ આરોપો નકાર્યા હતા.

પૂર્વ મોડેલ એમી ડોરિસે દાવો કર્યો હતો કે 1996માં યોજાયેલા એક ટેનિસ મેચ દરમિયાન વીઆઈપી બોક્સમાં ટ્રમ્પે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. એમી ડોરિસે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું : એ વખતે ટ્રમ્પ સાથે મારો પરિચય મારા બોયફ્રેન્ડ જેસન બીને કરાવ્યો હતો.

એ પછી અમે એક ટેનિસ મેચ દરમિયાન વીઆઈપી બોક્સમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક ટ્રમ્પે તેને નજીક ખેંચી હતી અને બળજબરીપૂર્વક કિસ કરી હતી. મેં ટ્રમ્પને દૂર હડસેલવાની  કોશિશ કરી તો તેણે વધારે મજબૂતાઈથી મને પકડી રાખી હતી. એ પછી મેં ટ્રમ્પની જીભમાં બટકું ભર્યું હતું. ટ્રમ્પના વકીલોએ આ આરોપને નકારી દીધા હતા.

ટ્રમ્પ વતી એક નિવેદનમાં કહેવાયું હતું કે આગામી ચૂંટણી પહેલાં બદનામ કરવા માટે રચાયેલા ષડયંત્રના ભાગરૂપે આ આરોપ લગાવાયો છે. એમાં કોઈ જ તથ્ય નથી. ટ્રમ્પના સમર્થકોએ બચાવમાં કહ્યું હતું કે જો ટ્રમ્પે વીઆઈપી બોક્સમાં એમી સાથે આવું કર્યું હોત તો ત્યાં બેસેલા લોકોએ પણ એ જોયું હોત, પરંતુ બીજા કોઈએ એવો દાવો કર્યો નથી.

તેનો આૃર્થ એ થયો કે એ મહિલા જૂઠું બોલી રહી છે. ઉલ્લેખનીય છે કે 2016ની ચૂંટણી વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અસંખ્ય મહિલાઓએ જાતીય સતામણી અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. એ વખતે પણ ટ્રમ્પે તમામ આરોપો નકારીને તેને ચૂંટણીમાં બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.