ગાંધીનગરઃ ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુ એક રાજકીય ધડાકો કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ એનસીપીના પ્રમુખ શરદ પવારને લખેલા પત્રમાં રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલએ ટ્વીટના માધ્યમથી આ જાણકારી આપી છે. સાથે તેમણે પત્ર પણ એટેચ કર્યો છે.
શંકરસિંહ વાઘેલએ એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું આજે જ આપ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ શંકરસિંહને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી દૂર કરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.