પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો નાણાંકીય સંસદીય સ્થાયી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મનમોહન સિંહ રાજ્યસભાના સાંસદ તરીકે બીજી વખત ચૂંટાયા છે. મનમોહન સિંહ ઓગસ્ટમાં રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે.
રાજ્યસભાના બુલેટિન અનુસાર સભાપતિ (ઉપ રાષ્ટ્રપતિ) વૈંકેયા નાયડૂએ રાજ્યસભાના સભ્ય ડૉ. મનમોહન સિંહનીનાણાંકીય સ્થાયી સંસદીય સમિતમાં દિગ્વિજય સિંહની જગ્યાએ નિમણૂંક કરી છે. મનમોહન સિંહનું નામાંકન 6 નવેમ્બર 2019થી પ્રભાવિત થશે.
સભાપતિએ રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહને પણ શહેરી વિકાસ મામલાની સમિતિના નામાંકન કરવામાં આવ્યું છે. દિગ્વિજયસિંહનું 6 નવેમ્બર, 2019થી પ્રભાવિત થશે. મનમોહન સિંહ 1991થી 1996 દરમિયાન નાણામંત્રી રહ્યાં છે. આ વર્ષના સપ્ટેમ્બરમાં રાજ્યસભાના સભ્યનો પોતાનો પૂર્ણકાળ પૂર્ણ કરવા પહેલા જ સપ્ટેમ્બર 2014થી લઇને 2019 સુધી સમિતિના સભ્ય હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.