દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. દિલ્હીની કેન્ટના આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં એડમિટ પૂર્વ રાષ્ટ્રપતના સ્વાસ્થ્યને લઈને આજે હેલ્થ બૂલેટિન જાહેર કરવામાં આવ્યું.
હોસ્પિટલના નિવેદન પ્રમાણે રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યમાં આજે સવારે પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી. તેઓ હજુ વેન્ટિલેટર પર છે. તેમના મુખ્ય પેરામીટર્સ હજુ પણ સ્થિર છે અમારી ટીમ તેમની દેખરેખ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટના રોજ સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને તેઓ કોરોના સંક્રમિત પણ થયાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.