પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ માટે મંગાઈ ઝેડ પ્લસ સુરક્ષા, ભારતે આપ્યા છે આતંકી હુમલાના એંધાણ

ભારતે કરતારપુર જવા વાળા 550 લોકોના પહેલી ટીમમાં સામેલ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ માટે પાકિસ્તાન પાસેથી ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા માંગી છે. જ્યારે પાકિસ્તાને એ માટે માત્ર બેટરીથી સંચાલિત ખુલ્લી કારનું આયોજન કર્યું છે. એવામાં પૂર્વ વડાપ્રધાનની સુરક્ષાને લઇને પ્રશ્નો ઉભા થયા છે. જાસૂસી એજન્સીઓએ પહેલાથી જ કરતારપુરમાં આતંકી હુમલાના ઇનપુટ આપી ચૂક્યા છે.

નોંધનીય છે કે, શીખોના પહેલા ગુરુ ગુરુનાનક દેવની 550મી જયંતી પર 9 નવેમ્બરે પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુદ્વારા સુધી જવા માટે બનાવાયેલ કોરિડોરનું ઉદઘાટન થવાનું છે. ભારતથી ત્યાં જવા વાળા 550 શ્રદ્ધાળુઓની પહેલી ટીમ પણ તૈયાર છે. આ ટીમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહથી લઇને પજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સુધી સામેલ છે. આ ટીમ ગુરુદ્વારા સુધી લગભગ 4 કિલોમીટર પાકિસ્તાનની અંદર જશે.

બીજી તરફ, ભારત તરફથી વીઆઇપી ટીમ માટે આંતકી હુમલાના ઇનપુટ મળ્યા બાદ પાકિસ્તાન પાસે કડક સુરક્ષા બંદોબસ્તની માંગ કરાઇ છે. સાથે જ ઇન્ટેલિઝન્સ ઇનપુટની જાણકારી શેયર કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.