પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતી, PM મોદી અને રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ ટ્વીટમા લખ્યુ કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનીજીની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજીવ ગાંધીના પુત્ર રાહુલ ગાંધીએ પિતાને શ્રદ્ધાંજલિ આપતા તેમને દીર્ઘદ્રષ્ટા કહ્યા હતા.

રાહુલ ગાંધીએ પિતાનો ફોટો ટ્વીટ કરતા કહ્યુ કે, રાજીવ ગાંધી એક દીર્ઘદ્રષ્ટા અને ભવિષ્યનુ વિચારનાર વ્યક્તિ હતા પરંતુ આ બધા પહેલા તેઓ એક ઉદાર અને પ્રેમાળ વ્યક્તિ હતા. હું તેમને મારા પિતા તરીકે મેળવીને મારી જાતે ધન્ય માનુ છું. અમે તેમને આજે તેમજ દરરોજ યાદ કરીએ છીએ.

 

 

ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીનો જન્મ આજ રોજ એટલે કે 20 ઓગસ્ટ 1944ના થયો હતો. કટ્ટરપંથીઓ દ્વારા ઇન્દિરા ગાંધીની હત્યા કર્યા બાદ તેમણે દેશની સત્તા સંભાળી હતી. તેઓ દેશના 9મા વડાપ્રધાન હતા. તેમણે વડાપ્રધાન રૂપે વર્ષ 1984 થી 1989 સુધી દેશનુ નેતૃત્વ કર્યુ હતુ. એક ચુંટણી પ્રચાર દરમ્યાન વર્ષ 1991મા તમિલ ચરમપંથીઓએ તેમની હત્યા કરી નાખી.

 

રાહુલએ વીર ભૂમિ પર આપી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જયંતિ પર વીર ભૂમિએ જઇને શ્રદ્ધાંજલિ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.