પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ત્યાં દરોડા પાડતાં મળી એટલી રકમ કે જોઈને આંખો ફાટી જશે

કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરના રહેઠાણ સહિત 30 જગ્યાઓએ આવક વિભાગે દરોડા પાડ્યા છે. તેમાં 4 કરોડથી પણ વધારે રકમ મળી આવી છે. આ વાતની જાણકારી આવક વિભાગના ડાયરેક્ટર જનરલે શુક્રવારે આપી હતી. ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે આ દરોડામાં કુલ 4.52 કરોડ રૂપિયા મળી આવ્યા છે.

આવક વિભાગે બેંગુલુરુ અને તુમાકુરુમાં કોંગ્રેસના નેતા પરમેશ્વરના 30 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા. ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી દરોડાની કાર્યવાહી આજે પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ દરોડા મેડિકલ પ્રવેશ પરીક્ષા સાથે જોડાયેલો કરોડો રૂપિયાની કરચોરીનો કિસ્સો છે.

300થી વધારે આવક અધિકારીઓએ આ દરોડા પાડ્યા હતા. પૂર્વ ઉપમુખ્યમંત્રી પરમેશ્વર અને પૂર્વ સાંસદ આરએલ જલપ્પાના સ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા હતા. વિભાગની તરફથી જાણકારી આપવામાં આવી છે કે દરોડા બાદ મોટી રકમ અને અનેક કાગળ મેળવવામાં આવ્યા હતા. જે મેડિકલ નામાંકનમાં કહેવાતી અનિયમિતતાને સાબિત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.