અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થયાને એક અઠવાડિયાનો સમય થઈ ચૂક્યો છે. માત્ર 6 દિવસમાં પુષ્પા 2 ફિલ્મે 1000 કરોડની કમાણી કરી રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે પુષ્પા 2એ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છેઅલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મે રિલીઝ થયાના 7માં દિવસે દુનિયાભરમાં 1000 કરોડની કમાણીનો આંકડો પાર કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
આખું વર્ષ ચાહકો બોકસ ઓફિસ પર હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, હવે પુષ્પા 2એ પૈસાનો વરસાદ કરી નાંખ્યો છે. એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મે એક જ ઝટકામાં આખા વર્ષનું બેલેન્સ બરાબર કરી લીધું છે.Sacnilkના રિપોર્ટ મુજબ પુષ્પા 2એ 7માં દિવસે 42 કરોડની કમાણી કરી હતી.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ભલે તેલુગુ હોય પરંતુ આપણા હિન્દી ચાહકોને ખુબ પસંદ આવી છે. 7માં દિવસે હિન્દીમાં પુષ્પા 2એ અંદાજે 30 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે તેલુગુમાં અંદાજે 9 કરોડનું કલેક્શન થયું હતુ. હવે તમે જાણી શકો છો કે, ફિલ્મનું ટ્રેલર પટનામાં કેમ લોન્ચ કરવામાં આવ્યું હતુ.
આપણે વાઈલ્ડવાઈડના આંકડા પર નજર કરીએ તો આ ફિલ્મે માત્ર 7 દિવસની અંદર 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હજુ આ ફિલ્મ દુનિયાભરમાં કલેક્શન કરી રહી છે.
આ સાથે અલ્લુ અર્જુન અને રશ્મિકાના નામે દુનિયાભરમાં 1000 કરોડની કમાણી કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બનાવવાનો રેકોર્ડ પણ બની ગયો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે એસએસ રાજામૌલીની ઓલટાઈમ બ્લોકબસ્ટર બાહુબલી 2ને પણ પાછળી છોડી છે.
પુષ્પા 2, બાહુબલી 2 , આરઆરઆર અને કલ્કિ 2898 એડી બાદ ગ્લોબલ બોક્સ ઓફિસ પર 1000 કરોડ કે તેનાથી વધારે કમાણી કરનારી 8મી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ચોથી તેલુગુ ફિલ્મ બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.